સનાતન ધર્મની વાતો - ભાગ 22 - સનાતન રહસ્યમંજરી

  • 3.2k
  • 1.1k

ભારતવર્ષનો ભવ્ય ભૂતકાળ શું આપણે ૨.૨ લાખ વર્ષ જૂના જ્ઞાનના વારસદાર છીએ? સંશોધક રૂપા ભાટીના ૩૦ વર્ષના ગહન મંથન દ્વારા જાણો ઋગ્વેદના રહસ્યમય કોડ ભારતની સ્ત્રી-શાસિત સભ્યતા, રામાયણની જેટ ટેકનોલોજી અને જનીન વિજ્ઞાનનું અકલ્પનીય સત્ય ભારતનો ઇતિહાસ એ માત્ર તારીખો કે રાજાઓના વિજયની વાર્તાઓ નથી, પણ એ માનવ ઉત્ક્રાંતિ અને જ્ઞાનનો એવો મહાસાગર છે જેની ઊંડાઈ માપવી હજી બાકી છે. શાળાના પુસ્તકોમાં આપણને શીખવવામાં આવે છેકે, માનવ સભ્યતાની શરૂઆત ઇજિપ્ત, મેસોપોટેમિયા અને સિંધુ ખીણની સભ્યતાથી થઈ. પરંતુ તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર ઇતિહાસકાર અને સંશોધક રૂપા ભાટીએ જે ખુલાસા કર્યા છે, તેણે વૈશ્વિક ઇતિહાસના પાયા હચમચાવી દીધા