જીવન પથિક : જયા કિશોરીની આધ્યાત્મિક જીવનશૈલી રામ મર્યાદામાં રહેવું અને કૃષ્ણ મર્યાદામાં રાખવું શીખવાડે છે : જયા કિશોરી શ્રીકૃષ્ણની ભક્તિથી લઈને આધુનિક સંબંધોના મેનેજમેન્ટ સુધીની સફર આધ્યાત્મિકતા મુશ્કેલીઓ ઓછી નથી કરતી, તેને સહન કરવાની તાકાત આપે છે સાત્વિક ભોજનનું વિજ્ઞાન અને શ્રીકૃષ્ણના જીવનમાંથી મળતા અમર પાઠ આજના સમયમાં જ્યારે ટેકનોલોજી અને ભૌતિક સુખ-સુવિધાઓ વધી રહી છે, ત્યારે બીજી તરફ માનવીના જીવનમાં માનસિક તણાવ અને એકલતા પણ વધી રહ્યા છે. આવા સમયે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને શ્રીકૃષ્ણના ઉપદેશો આપણને સાચો માર્ગ બતાવે છે. ભારતની યુવા પેઢીમાં અત્યંત આદરણીય એવા જય શર્મા એટલે કે કથાવાંચક જયા કિશોરી એક એવું નામ છે,