મારી વ્હાલી દિકરી પંછી, જ્યારે તું આ પત્ર ખોલી રહી હશે… કદાચ તારી આંખોમાં યુવાનીના સપના હશે, તારા દિલમાં અનેક આશાઓ હશે… અને હું? હું કદાચ આ દુનિયાના કોઈ શાંત ખૂણે તારી યાદોમાં વસતી રહીશ. આ વિચારથી મારા હૃદયમાં એક અજાણી શાંતિ પણ છે… અને એક ઊંડું દુઃખ પણ.આજે તારો પહેલો જન્મદિવસ છે. તું મારી ગોદમાં નિંદરમાં મીઠું સ્મિત કરી રહી છે… અને હું તને નિહાળતી તારા આ કોમળ ચહેરાને વ્હાલ થી નિહાળતી તને મારી મમતા ના પાલવ થી પસવારી રહી છું, જાણે આ ક્ષણને મારી આંખોમાં કેદ કરી લઈ શકું. આજે