સંસ્કૃતિનું મહામંથન : રામાયણનું અસલી સત્ય જાણો વાલ્મીકિ રામાયણના પાને પાને છુપાયેલા રહસ્યો જે આપણે ક્યારેય નથી જાણ્યા! લેખિકા અમી ગણાત્રા સાથેના વિશેષ સંવાદ દ્વારા જાણો, શું ખરેખર રામાયણમાં સ્વયંવર થયો હતો? હનુમાનજીની ગદાની હકીકત અને સીતા માતાના ત્યાગ પાછળનું ગહન મનોવિજ્ઞાન ભારતીય ઉપખંડના લોહીમાં રામાયણ વણાયેલું છે. ભગવાન શ્રી રામ અને માતા સીતા આપણા માટે માત્ર આરાધ્ય દેવ નથી, પણ આદર્શ જીવન જીવવાનો પથપ્રદર્શક નકશો છે. દાયકાઓથી આપણે રામાયણની કથાઓ સિરિયલો, ફિલ્મો અને લોકવાર્તાઓ દ્વારા સાંભળતા આવ્યા છીએ. પરંતુ, શું એ બધી વાર્તાઓ ઐતિહાસિક રીતે સચોટ છે? તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટ સુપરટોક્સમાં આઈઆઈએમ-અમદાવાદ જેવી સંસ્થામાંથી અભ્યાસ કરી ચૂકેલા અને હવે