રાતના ત્રણેક વાગ્યા હતા. દિવાલ પરની ઘડિયાળનો ટિક-ટિક અવાજ જાણે રીધમના હૃદય પર હથોડા મારી રહ્યો હતો. જેવી આંખો બંધ કરતો હતો કે તરત જ ભૂતકાળ ડોકિયું કરતો ને જેવી આંખો ખોલતો તો વર્તમાન ગળે ઉતરતો નહોતો.રીધમ એક સામાન્ય માણસ હતો. નોકરી, ઘર, પરિવાર બધું જ હતું. છતાં કંઈક ખૂટતું હતું કે જે વતૅમાન કરતા કદાચ કંઈક વધારે જ હતું એ હતી ... યાદો.રીધમ નું જીવન આમ તો સ્થિર હતું , આર્થિક સંકડામણ પણ નહોતી કે નહોતો ઘર કંકાસ, સંતાનો પણ સંસ્કારી પરંતુ છતાં પણ તે ઘણીવાર પોતાની જાતને એકલવાયું અનુભવતો