હૈ જવાની તો ઇશ્ક હોના હૈ-રાકેશ ઠક્કર જો તમે પણ થિયેટરના એસીની ઠંડી હવામાં મગજને થોડો આરામ આપીને તણાવમુક્ત બે કલાક પસાર કરવા માંગતા હોવ તો બોલિવૂડ તમારા માટે એક અતરંગી ભેટ લઈને આવ્યું છે. નામ છે, ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ.’ ફિલ્મના નામ જેટલું જ લાંબુ અને કન્ફ્યુઝનથી ભરેલું આ ફિલ્મનું કન્ટેન્ટ છે. આ ફિલ્મને બોલિવૂડના જાણીતા ડિરેક્ટર ડેવિડ ધવને પોતાના સુપુત્ર વરુણ ધવન માટે ખાસ તૈયાર કરી છે. જોકે, ફિલ્મ જોયા પછી પહેલો વિચાર એ આવે કે પિતાજી પોતાના દીકરાને કયા જમાનામાં પાછો લઈ જવા માંગે છે! વાર્તાની શરૂઆત થાય