કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 44

  • 442
  • 262

ભાગ ૪૪: ડૉ. વ્યાસનો પર્દાફાશ અને કોલેજમાં ડરનો અંત સવારના છ વાગ્યા હતા. સૂર્યનાં પ્રથમ કિરણો હજુ કેમ્પસ પર પડવાની તૈયારીમાં હતા. એચઓડી (HOD) ક્વાર્ટર્સમાં ડૉ. વ્યાસની હાલત અત્યારે કોઈ પાગલ માણસ જેવી થઈ ગઈ હતી. એમના માથા પર પરસેવો વળી ગયો હતો અને હાથ ધ્રૂજી રહ્યા હતા. રૂમમાં સામાન વેરવિખેર પડ્યો હતો. એમણે પોતાની બ્લેક લેધરની બ્રીફકેસમાં થોકબંધ રોકડ રકમ, અમુક પેન-ડ્રાઈવ્સ અને એક ફેક (નકલી) પાસપોર્ટ ઠાંસી-ઠાંસીને ભર્યા. છેલ્લા એક કલાકથી ભાઉરાવનો ફોન સ્વીચ-ઓફ આવી રહ્યો હતો, જેનો સીધો અર્થ ડૉ. વ્યાસ સમજી ગયા હતા કે ભાઉરાવનો અડ્ડો પકડાઈ ચૂક્યો છે. હવે જો પોતે એક કલાક પણ શહેરમાં