કચ્છ-પ્રાથરિયા આહીર સમાજના જ્ઞાતિ રિવાજ મુજબ વૈશાખ વદ તેરસ ના રોજ રોજ વર્ષમાં લગ્નની એક જ તિથી આવતી હોય તેથી આહીરોના ગામે ગામ વિવાહનો માહોલ રચાયો હતો. કચ્છના લોડાઇ ગામમાં પણ ઝાઝા લગ્નો હોય ઘેર ઘેર ગાર ગોરમટીની તૈયારી સાથે કર્ણપ્રિય લગન ગીતો ગવાતા હતા. લોડાઇના સુખી સંપન્ન રાયમલ આહીરની લાડકોડમાં ઉછરેલી દિકરી લીરલબાઇના પણ સૌની સાથે લગ્ન લેવાયા હતા. જાનના સામૈયા થઇ ગયા હતા. વરરાજાને સાસુમાએ માંડવે પોંખતા તેણે પોતાનું માંડવાની નીચે સ્થાન ગ્રહણ કર્યું હતું. માંડવે વર અને કન્યા પક્ષની બહેનો લગ્ન ગીતોની સામસામે રમઝટ બોલાવી રહી હતી.‘કન્યા પધરાવો, સમય વર્તે સાવધાન !’ ગોર મહારાજનો પોકાર સાંભળતા જ