11 ટાસ્ક્સ - Chapter 27

(75)
  • 1.5k
  • 672

આશુતોષે નિર્ઝરે મોકલેલો મેસેજ બે વખત વાંચ્યો.પહેલો ટાસ્ક હતો કુદરતનો, ઈશ્વરનો આભાર માનવો. એણે આંખ બંધ કરી ને ઇશ્વરને કહ્યું, “Thank you God! તમે મને ખૂબ સુંદર જીવન આપ્યું છે. માન્યું કે એ ઘણા ચઢાવઉતારથી ભરેલું છે પણ હવે સમજાય છે કે એનીય એક મજા છે. તમે મારા જીવનમાં દોદોહીને મોકલીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. હું ખરેખર સાચા દિલથી એ છોકરીને ચાહું છું. એને મેળવવામાં, એને મારી પત્ની બનાવવામાં મારી મદદ કરજો પ્રભુ."એણે આંખ ઉગાડી. પોતાની પ્રાર્થનામાં પણ એ છોકરીનું નામ પહેલું આવે છે એ વિચારી એને આનંદ થયો. આ ટાસ્ક સરળ હતો. રોજ પૂરો કરી શકાય એવો