11 ટાસ્ક્સ - Chapter 41

  • 226
  • 84

આશુતોષને ખૂબ નવાઈ લાગી રહી હતી. અચાનક આ બધું શું થઈ ગયું એ એની સમજમાં નહોતું આવી રહ્યું. કદાચ એ દોદોહી અને ટીનાને હથિયાર બનાવી એમને આપસમાં લડી મરવા કે એકબીજાને ભયંકર નુકશાન પહોંચાડવા ઈચ્છતો હતો એ વાતની નિર્ઝરને જાણ થઈ ગઈ હોય અને એણે જ આશુતોષને એમની કંપનીને લગતા દરેક નંબર પર બ્લૉક કરી દીધો હોય એ શક્ય હતું. આમ તો આ જે થયું એનાથી આશુતોષને નિરાંતનો અનુભવ થવો જોઈતો હતો પણ એવું ન થયું. એના મનમાં એક છુપો ભય આકાર લઈ રહ્યો હતો. આ બધું આટલી સરળતાથી પૂરું થઈ જાય એ વાત એના માન્યમાં નહોતી આવી રહી. ક્યાંક