હવે એ મમ્મી છે.....વરસાદની ધીમી બુંદો બારી પર ટપકતી હતી.આરોહી પોતાના ત્રણ વર્ષના દીકરા વિવાનને ખોળામાં લઈને બારી પાસે બેઠી હતી. વિવાન તેની આંગળી પકડીને મસ્તીથી હસી રહ્યો હતો.એ હાસ્યમાં જ તેની આખી દુનિયા વસતી હતી.વિવાન અચાનક બોલ્યો,“મમ્મી… તમે મને ક્યારેય છોડીને નહીં જાઓ ને?”આરોહીનું હૃદય એક ક્ષણ માટે ધબકી ઊઠ્યું.તેને વિવાનને ગળે લગાવી લીધો.“ના બેટા… મમ્મી હંમેશા તારી સાથે જ રહેશે.”એ શબ્દો બોલતાં જ તેની આંખો સામે વર્ષો જૂની યાદો જીવંત થઈ ગઈ.એક સમય હતો…જ્યારે તે પણ આવી જ નાની હતી.રાત્રે ડર લાગતો ત્યારે પોતાની મમ્મીના ખોળામાં જઈને સૂઈ જતી.તાવ આવતો ત્યારે આખી રાત મમ્મી તેના માથા પર પાણીના