ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાને હવે માત્ર બે દિવસ જ બાકી હતા. સમગ્ર શાળામાં જોરશોરથી તૈયારીનો માહોલ જામ્યો હતો. પરંતુ હેનીલ નામનો એક વિદ્યાર્થી છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ચિંતિત દેખાતો હતો. તે વર્ગમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી હતો અને તે હંમેશાં અવ્વલ નંબરે આવતો.પરીક્ષાના એક દિવસ પહેલાં સાંજે હેનીલ પોતાના મિત્ર જેનીલને મળ્યો. તેણે કહ્યું, "જો હું કાલે શાળામાં ન આવું, તો મારા ટેબલના ત્રીજા ખાનામાં જોવું."બીજા દિવસે સવારે હેનીલ ક્યાંય જોવા મળ્યો નહીં. તેનો ફોન પણ બંધ આવતો હતો. પરિવાર, મિત્રો અને પોલીસ સૌ તેની શોધખોળમાં લાગી ગયા. પરંતુ કોઈને કંઈ ખબર ન પડી.જેનીલને અચાનક હેનીલની વાત યાદ આવી. તે