ગોકુળધામ જેવી અમારી "મોગરા એપાર્ટમેન્ટ" માં દર મહિને કંઈક ને કંઈક તોફાન થાય જ. ક્યારેક પાણી, ક્યારેક લાઈટ, અને આ મહિને તો હદ જ થઈ ગઈ.આ મહિને તોફાનનું નામ હતું - _વાઈફાઈ_.થયું એવું કે સોસાયટીના સેક્રેટરી બાબુભાઈએ મિટિંગમાં જાહેરાત કરી કે "મિત્રો, હવે આપણે બધા ભેગા થઈને એક જ વાઈફાઈ કનેક્શન લઈશું. 500 રૂપિયા મહિને, સ્પીડ 200 MBPS. દરેકને ફાયદો અને બિલ પણ અડધું."આ સાંભળીને બધા પહેલા તો રાજી થઈ ગયા. પણ પછી સૌથી મોટો સવાલ આવ્યો - રાઉટર કોના ઘરે મૂકવું?_પહેલો દાવેદાર: કાકા_ કાકા તરત ઉભા થયા અને બોલ્યા "મારા ઘરે મૂકો. હું સવારે 4 વાગ્યે ઉઠી જાઉં છું. પૂજા-પાઠ