હું જ મારી ભાગ્યવિધાતા 5-રાકેશ ઠક્કરસૂર્યોદય પાંચમો ૨૫ વર્ષની નેહા એક આર્કિટેક્ટ ફર્મમાં જૂનિયર ડિઝાઈનર તરીકે કામ કરતી હતી. મધ્યમવર્ગીય પરિવારની નેહા સ્વભાવે ગંભીર, સમજુ અને પોતાના કામ પ્રત્યે વફાદાર હતી. એ જ ઓફિસમાં રાહુલ નામનો એક દેખાવડો અને માલેતુજાર ઘરનો યુવાન સિનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે આવ્યો. રાહુલનો સ્વભાવ અય્યાશ અને યુવતીઓને ફસાવવાનો હતો. તેનો ચહેરો અને મીઠી વાતો કોઈને પણ ભોળવી દે તેવી હતી. રાહુલે નેહાને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કર્યું. તે રોજ નેહાને ઘરે ડ્રોપ કરતો, મોંઘી ગિફ્ટ આપતો અને પોતાની વાતોથી એવો ભરોસો અપાવ્યો કે તે નેહાને સાચો પ્રેમ કરે છે.