લવ અને જૂહી બંને જણાં કારમાંથી નીચે ઉતર્યા અને અડાલજની વાવમાં પ્રવેશ્યા.લવે પ્રેમથી જૂહીનો હાથ પકડી લીધો હતો...વાવની અંદર રહેલી ઠંડક અને શાંતિ બંનેના હ્રદય અને મનને સ્પર્શી રહી હતી...આજે લવ કંઈક અલગ જ ખુશી મહેસૂસ કરી રહ્યો હતો તેની તેને પોતાને પણ જાણ નહોતી.. પણ હ્રદય અને મન બંને જાણે ખૂબ ખુશ હતા..તેને યાદ આવ્યું મોમ હંમેશા કહ્યા કરતી હતી કે કોલેજમાં આટલી બધી છોકરીઓ તારી ફ્રેન્ડ છે અને ઢગલો છોકરીઓ તારી આગળ પાછળ ફરે છે તો લવ તને એમાંથી એકેય નથી ગમતી કે પછી તું અમારાથી એ વાત છૂપાવે છે..? ત્યારે હું અકળાઇ જતો અને મોમને કહી દેતો કે,