પ્રકરણ ૨૦: 'ગાર્બેજ પોલીસ', ખાતરનો પ્રયોગ અને વાયરલ આનંદનગર!દૈનિક ચબરાકિયાં:"જ્યારે મોટા લોકો પોતા અહમ અને વિવાદોમાં અટવાય છે, ત્યારે ઘરના બાળકો અને અનુભવી વડીલો જ સાચો અને મીઠો રસ્તો બતાવે છે. એકતા, પ્રેમ અને સમજદારી આગળ ગમે તેવો મોટો વિવાદ પણ ક્ષણભરમાં ઓગળી જતો હોય છે!"સોસાયટીના કમ્પાઉન્ડમાં કચરા અને નિયમો બાબતે વધતો વિવાદ જોઈને આનંદનગરના સિનિયર સિટિઝન ગ્રુપના વડા માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા અને મનોહર જોશી એ નક્કી કર્યું કે હવે આ બાબતને શાંત પાડવી જ પડશે.માણેક લાલે લાકડી ટેકવતાં કહ્યું, "હિતેશ, તું ચિંતા ન કર. ભાષણો આપવાથી કે કડક નિયમો લાદવાથી લોકોની ટેવ નહીં બદલાય, પણ આપણે એમને