એક એવી વાર્તા, જેમાં ચાની સુગંધ સાથે સંબંધોની ગરમાહટ પણ છે.સવારના છ વાગ્યા હતા.બહાર હજી સૂરજ પૂરો ઊગ્યો નહોતો. આકાશમાં હળવો કેસરી રંગ ફેલાઈ રહ્યો હતો. ગલીમાં દૂધવાળાની સાયકલની ઘંટડી સંભળાતી હતી અને ક્યાંક દૂર મંદિરની આરતીનો અવાજ વાતાવરણને શાંત બનાવી રહ્યો હતો.રસોડામાં ગેસ પર પાણી ઉકળતું હતું.પાણીમાં આદુનો નાનો ટુકડો નાખતાં જ આખા રસોડામાં સુગંધ ફેલાઈ ગઈ.“હવે બે ચમચી ચા… થોડું દૂધ… અને હા, પપ્પા માટે ખાંડ ઓછી.”કાવ્યા ચા બનાવતી હતી.છેલ્લા પંદર વર્ષથી એ પોતાના ઘરમાં ચા બનાવતી આવી હતી.લગ્ન પહેલાં મમ્મી માટે.લગ્ન પછી સાસુ-સસરા માટે.પછી પતિ માટે.અને દીકરો થયો ત્યારથી તેના માટે પણ.ચા તેના માટે માત્ર એક પીણું