એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 6

(70)
  • 1.1k
  • 438

ભાગ ૬ — ઓફિસની ચાર દીવાલોહર્ષનો ફોન હજુ મિહિરના કાન પાસે હતો.“મારે માત્ર બિઝનેસ માટે પૈસા નથી જોઈતા.”મિહિરનું હૃદય ધબકવા લાગ્યું.“તો પછી શા માટે?”હર્ષે ઊંડો શ્વાસ લીધો.“મારા પર દેવું છે, મિહિર.”“કેટલું?”હર્ષે એક મોટી રકમ કહી.મિહિર થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયો.“આટલું બધું?”“હા.”“પણ આ દેવું શેનું?”“મારા નાના ભાઈના સારવારના ખર્ચનું.”મિહિરની આંખો બંધ થઈ ગઈ.હવે એને સમજાયું કે હર્ષ શા માટે આખી વાત કહી શક્યો નહોતો.“તું મને પહેલાં કેમ ન કહ્યું?”“કારણ કે મને ખબર હતી કે તું પોતાનું બધું આપી દેશે.”“તો?”“મને મિત્ર તરીકે તારી મદદ જોઈતી હતી, પણ તને તારી મુશ્કેલીમાં નાખીને નહીં.”મિહિર કંઈ બોલી શક્યો નહીં.હર્ષે ધીમેથી કહ્યું,“મારી નોકરી ગઈ છે. ઘરમાં