હું જ મારી ભાગ્યવિધાતા 8-રાકેશ ઠક્કરસૂર્યોદય આઠમો અનન્યા માટે પતિના અવસાન પછીના બે વર્ષ કોઈ કાળી રાતથી કમ નહોતા. ૩૫ વર્ષની ઉંમરે એકલતાનો ભાર એટલો બધો હતો કે ઘરની શાંતિ પણ તેને ડરાવતી હતી. એવા જ સમયે પાડોશમાં રહેવા આવેલો વિવેક તેના જીવનમાં એક આશ્વાસન બનીને આવ્યો. વિવેકની વર્તણૂક અત્યંત સભ્ય અને નમ્ર હતી. તે અનન્યાના ઘરના નાના-મોટા કામમાં મદદ કરતો, ચાની ચૂસકીઓ સાથે તેની વાતો સાંભળતો અને પતિના જવાનો શોક હળવો કરવાનો પ્રયાસ કરતો. અનન્યાને લાગ્યું કે આ કદાચ ઈશ્વરે મોકલેલો કોઈ સાચો સહારો છે. તે ધીમે ધીમે વિવેક તરફ આકર્ષાવા લાગી.