મુખ્ય પાત્રોનો પરિચય આરવ : એક ઉત્સાહી અને જનૂની થિયેટર આર્ટિસ્ટ. નાટકોના સંવાદો અને ક્રાઈમ થ્રિલર વાર્તાઓ લખવાનો તેને ઘેરો શોખ છે. સ્વભાવે લાગણીશીલ, પણ ડરપોક.રોહિત : આરવનો કડક અને પ્રોફેસનલ નાટક ડાયરેક્ટર, જે અડધી રાત્રે પણ કામનું પરફેક્શન માંગે છે.અજાણ્યો કૉલર : પડદા પાછળનો એક ખતરનાક શાર્પશૂટર/કાતિલ, જેનો અવાજ અને મેસેજ લખવાની શૈલી જ સામે વાળાના હોશ ઉડાવી દેવા માટે પૂરતી છે.ભાગ ૧: એક ગંભીર ભૂલ અને ભયાનક રિપ્લાયરાત્રિના બરાબર અગિયાર વાગ્યા હતા. બારી બહાર વરસાદી પવનની સીટીઓ વાગી રહી હતી. આરવ પોતાના નાના, અસ્તવ્યસ્ત રૂમમાં ટેબલ લેમ્પના ઝાંખા અજવાળામાં લેપટોપ પર આંગળીઓ ચલાવી રહ્યો હતો. તેના રૂમમાં ચારેય બાજુ