સમીરનું નામ સાંભળતા જ પરી ચોંકી ઉઠી અને તે પોતાની સીટ ઉપરથી સફાળી ઉભી થઈ ગઈ અને તે કેબિનની બહાર નીકળવા જતી હતી ત્યાં ડોક્ટર નિકેત બોલ્યા કે, "ઓહો, મિસ્ટર સમીર આવ્યા છે..? તેમને અંદર કેબિનમાં મોકલો..."આ સાંભળીને પરી પાછી પોતાની સીટ ઉપર ગોઠવાઈ ગઈ...એટલામાં....થોડા ટૂંકા પણ સુંદર રીતે ગોઠવીને ઓળેલા સિલ્કી વાળ, વ્હાઈટ કલરનું લિનનનું શર્ટ અને નીચે ખાખી કલરનું ઈસ્ત્રી ટાઈટ પેન્ટ, છત્રીસની છાતી ધરાવતો અને પગમાં હિલવાળા બ્રાઉન કલરના શૂઝ પહેરીને જ્યારે સમીરે નિકેતની ઓફિસમાં પગ મૂક્યો ત્યારે ડોક્ટર નિકેતને પણ એમ લાગ્યું કે જો આ માણસ ધરતી ઉપર જોરથી પગ પછાડે તો આ ધરામાં પણ ખાડો