ભાગ ૪: ભાઈનું વિલન બનવું અને નવો ખતરોનદીના કિનારે રાત્રિના અંધકાર વચ્ચે ફેલાયેલી ભયાનક શાંતિને ભેદીને દૂ૨થી પોલીસના સાયરનનો અવાજ ગુંજવા લાગ્યો હતો. લાલ અને વાદળી લાઈટોના ચમકારા દૂરના વળાંક પરથી દેખાવા લાગ્યા હતા. આરવના મનમાં એક ક્ષણ માટે આશા જાગી કે કદાચ પોલીસ આવી જશે તો આ ભયાનક સપના જેવી સ્થિતિનો અંત આવશે.પણ એ જ ક્ષણે, એક ધાતુના ઠંડા સ્પર્શે તેની ગરદન પર મૃત્યુનો અહેસાસ કરાવ્યો.યશે પોતાની પિસ્તોલ સીધી આરવની કાનપટ્ટી પર તાણી દીધી હતી. યશની આંખોમાં રહેલો ડર હવે ગાયબ થઈ ચૂક્યો હતો, તેની જગ્યાએ એક ક્રૂર અને નિર્દય ચમક આવી ગઈ હતી."યશ... આ તું શું કરે છે?