ભાગ ૬પાર્ટીનો કોલાહલ અને રોશની પાછળ છૂટી ગયાં. પ્રેમ જાનવીને તેના ઘરની બહાર સુરક્ષિત રીતે મૂકી જાય છે. રાત ઘણી વિતી ગઈ હોવાથી અને ઘરમાં કોઈને ડિસ્ટર્બ ન કરવાના હેતુથી પ્રેમ અંદર ગયા વગર બહારથી જ શાંતિથી વિદાય લે છે.જાનવી હળવા પગલે ઘરમાં પ્રવેશ કરે છે. સામે જ સોફા પર તેની મમ્મી (પાર્વતીબેન) બેઠી બેઠી કપડાંની ઘડી કરી રહી હતી અને ધીમા અવાજે એક જૂનું મધુર ગીત ગણગણતી હતી. આ દ્રશ્ય જોઈને જાનવી ક્ષણભર રોકાઈ જાય છે. ઘરમાં ફેલાયેલી એ શાંતિ અને પાર્વતીબેનનો મધુર અવાજ જોઈને તે એ ક્ષણને, એ યાદોને પોતાના હૃદયમાં કાયમ માટે સમાવી લેવા માંગતી હતી. તે