અર્જુન : "શાસ્ત્રો" માં બ્રહ્મ,આધ્યાત્મ, કર્મ ,અધિભુત અને અધિદૈવ તેમ જ અધિયજ્ઞ કહ્યો છે એ વાસ્તવ માં કોણે જાણવો?કૃષ્ણ : હે અર્જુન ,શાસ્ત્રો માં વર્ણિત મારા વિસ્તાર નો અંત નથી.. તેમ છત્તા એ વર્ણનો પરિવર્તનશીલ અને કાળ થી પ્રભાવિત થાય છે.. પરંતુ તારી જીજ્ઞાસા ના સંતોષ માટે " શાસ્ત્ર" સંમત વિસ્તાર પણ હું જણાવું છું.જે પરમ અક્ષર કહ્યો છે, તે બ્રહ્મ છે.. જેનાથી સૃષ્ટિ નો વિસ્તાર થયો છે.. આ વિસ્તાર માં જે પણ જીવન છે તે આધ્યાત્મ છે. અને આ જીવન જીવનારા જે અલગ અલગ જીવોનો જીવન નિર્વાહ માટે જે પુરુષાર્થ છે તે કર્મ કહ્યો છે.