ગીતા સાર :૭કૃષ્ણ : હે અર્જુન મેં તને શાસ્ત્રો ની દૃષ્ટિએ આ પ્રાચીન યોગ જણાવ્યો.. અને તારા દ્વારા પૂછેલ સદગતિ અને દુર્ગતિ ના માર્ગો ને યોગ્ય રીતે પણ જણાવ્યા. હજી પણ શાસ્ત્રીય દૃષ્ટિએ રહસ્ય રૂપ આ સર્વ વિધ્યા ના રાજા એવા ગોપનીય માર્ગ ને તું શાંતિ પૂર્વક જાણી લે જેનાથી તું દુઃખ મુક્ત અને પવિત્ર થઈશ. કાં તો કોઈ મનુષ્ય ચૈતન્ય સ્વરૂપ ને પામે છે અથવા વિષયો ની આસક્તિ ને.. પરંતુ વિષયો અને એના થી પ્રભાવિત થયેલ ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,અને અહંકાર રૂપી પ્રકૃતિ પણ પ્રાણ તત્વ થી જ જીવંત થાય છે, આ જાણવા યોગ્ય બાબત છે. પ્રાણ થી