પાછા વળ્યા પાછલા દિવસો - 4

  • 850
  • 334

  આગડ આપણે જોઈ ગયા કે... ​ડાયરીમાં આખો પ્લાન લખ્યા પછી જાનવીના મનને એક વિચિત્ર શાંતિ અને ખુશીનો અનુભવ થયો. તેણે નક્કી કરી લીધું કે કાલે તો ગમે તેમ કરીને કોલેજે જવું જ છે. વર્ષો પહેલાં જે દોસ્તો પાછળ છૂટી ગયા હતા, જે ચહેરા સમય સાથે અસ્પષ્ટ થઈ ગયા હતા, તે બધાને ફરીથી જોવા મળશે એ વિચારે જ તેના ચહેરા પર મીઠું હાસ્ય આવી ગયું. ​તેણે રાત્રે જ પોતાના બધાં પુસ્તકો અને ચોપડાઓ વ્યવસ્થિત બેગમાં ગોઠવી દીધા. પલંગમાં સૂતાં સૂતાં તે વિચારવા લાગી, 'કાલે હું રિયાને મળીશ... પૂજાને મળીશ... બધા અત્યારે કેટલાં સુંદર અને જુવાન લાગતાં હશે!' એ બધી જૂની