ભૂલ છે કે નહીં ? - ભાગ 115

(39)
  • 856
  • 1
  • 344

મારા ન કહેવા પહેલા તો તમે પપ્પાને પૈસા આપી દીધા હતા. મારે તમને કહેવું જ ન હતું કે પપ્પા પૈસા માગે છે. પરંતુ પપ્પાએ તમને સીધી વાત કરી અને તમે પૈસા આપી દીધા. મને ગમ્યું તો ખરું કે તમે પપ્પાને પૈસા આપ્યા. પણ મને શંકા હતી કે એ પૈસા પાછા આવશે કે નહીં ? આમ તો પપ્પા પાસે જમીન વેચેલી એના પૈસા હોવા જોઈતા હતા એમને કેમ પૈસા માગવાની જરૂર પડી એ મને સમજાતું ન હતું. ત્યારે કંઈ મોબાઈલ ફોનનો જમાનો ન હતો કે હું પપ્પા ને સીધી ફોન કરીને પૂછી લઉં. ને જ્યારે પણ પપ્પા ના ઘરે જાઉં ત્યારે