છેલ્લો પ્રેમ - 9 - આશુ નું મૌન

  • 436
  • 114

નમસ્તએ મિત્રો કેમ .. મજા માં!સોલંકી મનોજભાઈ(8401523670)આગળ તમે ને હું બતાવીશ કે આશુ ને હવે ફોન પર વાત થાય તેમ નથી માટે સમય ની રાહ જોવી મારી મજબૂરી બની ગઈ...પણ સમય ક્યાં ઊભો રહે છે..દિવસો વિતતા ગયા, પણ ઘડિયાળના કાંટા જાણે મનુ માટે અટકી ગયા હતા. ડાયરીના પાના ભરાતા ગયા અને તેની સાથે સાથે મનુના હૃદય પરના ઘા પણ ઊંડા થતા ગયા. આશુ તરફથી મળેલી એ સખત શરત કે "ક્યારેય ફોન કે મેસેજ ન કરતો" મનુના હોઠ સીવી દેતી હતી, પણ તેનું મન એક જ પ્રતીક્ષામાં જીવતું હતું—કોઈક એવો સારો દિવસ આવે જ્યારે તે આશુને રૂબરૂ મળી શકે અને પોતાના દિલની