---એક નાના ગામમાં આયુષી નામની એક દીકરી રહેતી હતી. તે ખૂબ જ મહેનતુ, સમજદાર અને મોટા સપના જોવાવાળી હતી. તેનો પરિવાર ખૂબ ગરીબ હતો. તેના પિતા ખેતરમાં મજૂરી કરતા અને માતા બીજાના ઘરે કામ કરતી. છતાં પણ તેમના દિલ ખૂબ અમીર હતા. આયુષી રોજ સવારે વહેલી ઉઠીને પોતાની માતાને કામમાં મદદ કરતી, પછી સ્કૂલે જતી. સ્કૂલેથી આવીને તે ખેતરમાં પિતાને પણ મદદ કરતી. તેને વાંચવાનો ખૂબ શોખ હતો.આયુષી હંમેશા વિચારતી કે એક દિવસ તે મોટી લેખિકા બનશે અને પોતાના માતા-પિતાનું નામ રોશન કરશે. તેના ગામમાં લાયબ્રેરી ન હતી, એટલે તે જૂના છાપા અને પુસ્તકો માંગી માંગીને વાંચતી. તેની બહેનપણીઓ તેને