શાંત, સમૃદ્ધ અને સુજલામ-સુફલામ એવા 'ધર્મપુર' રાજ્યના મહારાજ વિક્રમાદિત્ય કેવળ સિંહાસનના સમ્રાટ નહોતા, પરંતુ પોતાની પ્રજાના હૃદયના ધબકારા સાંભળનારા એક સાચા લોકસેવક અને પરોપકારી નરેશ હતા. તેમનું ન્યાયપ્રેમ અને પ્રજાવાત્સલ્ય ચારેય દિશામાં કિર્તીમાન હતું. પ્રજા પણ પોતાના રાજાને ઈશ્વરતુલ્ય માનતી અને રાજાના એક પલકારા પર સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તત્પર રહેતી. प्रजासुखे सुखं राज्ञः प्रजानां च हिते हितम्। नात्मप्रियं हितं राज्ञः प्रजानां तु प्रियं हितम्।। कौटिलीय अर्थशास्त्र પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે અને પ્રજાના હિતમાં જ તેનું હિત છે. રાજાને પોતાની પ્રિય બાબતોમાં રસ ન હોવો જોઈએ, પરંતુ પ્રજાને જે પ્રિય અને હિતકારી હોય તે જ રાજાનું હિત છે.