ભાગ ૮બીજે દિવસે સવારે, જાનવી અને સેજલે નક્કી કર્યા મુજબ વહેલા નીકળી જવાનો પ્લાન બનાવ્યો. શ્રદ્ધા પોતે ખૂબ જ ઉત્સાહમાં હતી અને મોહિનીએ આપેલા સરનામે જવા માટે પોતાની મેકઅપ કિટ તૈયાર કરી રહી હતી. જાનવીએ તેને છેલ્લીવાર અટકાવવાની કોશિશ કરતાં કહ્યું, "શ્રદ્ધાબેન, હું હજી કહું છું, એકવાર વિચાર કરી લો. મોહિની વિશે સેજલે જે કીધું છે એ સાંભળ્યા પછી મને આ બિલકુલ યોગ્ય નથી લાગતું."પણ શ્રદ્ધાએ ગુસ્સાથી એની સામે જોયું, "જાનવી, તું નાની છે તો નાની થઈને રહે! તને મારી સફળતા પચતી નથી? આટલો મોટો ઓર્ડર મળ્યો છે ને તું મને નકામી શંકાઓમાં ફસાવે છે? મારે તારી કોઈ સલાહ નથી