આપણે આગળ જોઈ ગયા કે..પણ જાનવીની નજર જેવી જતીનના લોહીલુહાણ હાથ પર પડી, તેનું દિલ ધબકારો ચૂકી ગયું. જાનવી મનોમન જતીનને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી જતીનને આ હાલતમાં જોઈને તેનાથી રહેવાયું નહીં.તે આંખમાં આંસુ સાથે તરત જતીનની નજીક ગઈ અને તેનો હાથ પકડીને ચિંતાભર્યા અવાજે બોલી, "જતીન... જતીન! તને કેટલું વાગી ગયું છે! ચાલો, આપણે પહેલાં હોસ્પિટલ જઈએ."મનોજે પરિસ્થિતિ અને જાનવીની ચિંતા સમજી લીધી. તેણે જાનવીને કહ્યું, "એક કામ કરો, અમે લોકો પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેઈન અને આગળની કાર્યવાહી પતાવીએ છીએ. જાનવી, તું જતીનને લઈને તરત જ હોસ્પિટલ પહોંચ."જાનવીએ હા પાડી અને પોતાના ગળામાં પડેલા સ્કાફ વડે જતીનના ઘા