ઓટલો“સુખ-દુઃખનું સરનામું, યાદોનું ઘર.”લેખક © રૂપેન પટેલ ભાદરવા મહિનાનો આકરો તડકો ઢળવાની અણી પર હતો. ગોધૂલિ વેળાએ ઉડતી રાતી ધૂળમાં પછવાડે ડુંગરા કોતરીને નીકળતી ઓઝત નદીના કાંઠે વસેલું મોજપર ગામ સોનેરી રંગે રંગાઈ જતું. ગામના પાદરમાં પેસતાં જ વડલા અને પીપળાની ઘટાઓ વચ્ચે ઊભેલો જૂનો ચોરો ગામની શાન હતો. એ ચોરાની વચ્ચોવચ પથરાયેલો વિશાળ ચૂના-ઈંટોનો ઓટલો અને એની બરાબર બાજુમાં આકાશ ભણી ડોક કરતો પિત્તળની ભાતવાળો લાકડાનો ચબુતરો—આ બંને મોજપરનું ધબકતું હૃદય હતાં.ચબૂતરે કબૂતરોની ઘૂઘવાટી ચાલતી હોય અને નીચે ઓટલે ગામ આખાનું મહાભારત મંડાતું હોય. સવાર પડે ને ઘોઘાબાપા હાથમાં લાકડી ટેકવીને ઓટલે પહોંચી જાય. એમની પાછળ પાછળ રામજી પટેલ, કરશન