ભાગ ૧૪સેજલે સિવિલ હોસ્પિટલની પોતાની ફેમિલી ડૉક્ટર ફ્રેન્ડ સાથે વાત કરીને બધી માહિતી જાનવીને આપી દીધી હતી. સરકારી યોજના હેઠળ મમ્મીનું ઓપરેશન ખૂબ જ ઓછા ખર્ચે થઈ શકે તેમ હતું, પરંતુ દવાઓ, સ્પેશિયલ બ્લડ બેગ અને સર્જરીના અમુક સાધનોનો ખર્ચ હજુ પણ મોટો હતો.બીજી તરફ, મનોજે જાનવી પાસેથી મમ્મીના બધા જ મેડિકલ રિપોર્ટ્સની ઝેરોક્ષ મંગાવી લીધી હતી. મનોજ આ વાતમાં બિલકુલ સમય બગાડવા નહોતો માંગતો. તેણે શહેરના બે મોટા બિઝનેસમેન અને ટ્રસ્ટીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી, જેઓ જરૂરિયાતમંદ દર્દીઓને ઈલાજ માટે ડોનેશન આપતા હતા. મનોજે જાનવીના ઘરની આર્થિક સ્થિતિ અને મમ્મીની ગંભીર બીમારી વિશે એવી રીતે રજૂઆત કરી કે બંને