એક મોટા બિઝનેસ કોમ્પલેક્ષના બારમા માળે ચેતનાની ઓફિસ હતી. લિફ્ટ બે હતી. ચેતના ખૂબ ઉતાવળે ચાલતી લીફ્ટમાં દાખલ થઈ. તેના મનમાં તો વેદાંત સાથે થયેલી ચર્ચા જ રમતી હતી. તેણે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા ખોલી ફોટા વેદાંતનું એકાઉન્ટ જોયું. જોઈને ચમકી ગઈ. એક તાજો જ ફોટો અને વિડિયો નાખ્યો હતો અને તે પણ ધીરે ધીરે ફેમસ બનતો જતો હતો. પેલી ઢીંગલી સાથેના બધાં જ ફોટા અલગથી માર્ક કરીને. એક સ્ટોરી બનાવેલી હતી. 'આ ઢીંગલી... આ ખોફનાક ઢીંગલી. ક્યાંથી આવી?'પછી તો આખી એક સ્ટોરી હતી જે સવારના જ ચેતના એ સાંભળી હતી. "આજે તો તારા ઘરેથી હોરર સમાચાર જ. આવી રહ્યા છે. તારો વેદાંત તો