ભાગ ૧ — યુનિફોર્મ પહેરેલું એક સપનુંમોહનલાલ દામોદરદાસ દરજી જ્યારે સવારના સમયે પોતાની આર્મીની યુનિફોર્મ પહેરતા, ત્યારે અરીસામાં તેમને માત્ર એક સૈનિક દેખાતો નહોતો.તેમને એક જવાબદાર પતિ દેખાતો.એક પિતા દેખાતો.અને સૌથી વધારે—દેશ માટે કંઈક કરવાની તક મળેલો એક સામાન્ય માણસ દેખાતો.મોહનલાલ સ્વભાવથી ખૂબ શાંત અને મહેનતુ હતા. જીવનમાં સુખ-સગવડ કરતાં ફરજને વધારે મહત્વ આપવાનું તેમણે નાનપણથી જ શીખ્યું હતું.આર્મીમાં ભરતી થયા ત્યારે તેમની ઉંમર બહુ નાની હતી.ત્યારે તેમને ક્યાં ખબર હતી કે આવનારાં વર્ષોમાં જીવન તેમને કેટલી જગ્યાએ લઈ જશે?ક્યારેક સરહદની નજીક.ક્યારેક પહાડી વિસ્તારમાં.ક્યારેક ગરમીથી તપતા શહેરમાં.તો ક્યારેક એવા સ્થળે જ્યાં પરિવાર માટે સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ બની જાય.લગ્ન પછી