#નિર્ભયા ભાગ. 7. સગીર આરોપીનો વિવાદ અને નવો કાયદો૧૬ ડિસેમ્બર ૨૦૧૨ની એ કાળી રાત્રે દિલ્હીની એ બંધ બસમાં જે છ રાક્ષસો સવાર હતા, તેમાંથી સૌથી ભયાનક, હિંસક અને ક્રૂર ભૂમિકા ભજવનારો એક આરોપી ઉંમરના એવા પડાવ પર ઊભો હતો જ્યાં કાયદો તેને 'બાળક' ગણતો હતો. જ્યારે દિલ્હી પોલીસે તમામ આરોપીઓની કુંડળી ખંખાલી અને સત્તાવાર દસ્તાવેજો (શાળાનું સર્ટિફિકેટ અને જન્મ નોંધણી) તપાસ્યા, ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો. ઘટનાના દિવસે આ આરોપીની ઉંમર ૧૭ વર્ષ, ૬ મહિના અને બહુ ઓછા દિવસો હતી. એટલે કે, ભારતીય કાયદાના ચોપડે તે હજી 'સગીર' (Minor) હતો.આ સમાચાર બહાર આવતાની સાથે જ આખા દેશના હોશ ઊડી ગયા. દિલ્હી