૧૬: સાંજનો સમય થઈ રહ્યો હતો. જાનવીના ઘરના નાના એવા દીવાનખંડમાં એક અનોખી ગંભીરતા છવાયેલી હતી. હોલની વચ્ચોવચ મુકાયેલી લાકડાની ખુરશીઓ પર પરિવારના તમામ સભ્યો એકઠા થયા હતા. શ્રદ્ધાની સગાઈની તારીખ નજીક આવી રહી હતી, તેથી જાનવી, તેની મોટી બહેન શ્રદ્ધા, મોટો ભાઈ રોહન તેમજ મમ્મી પાર્વતીબેન અને પપ્પા રમેશભાઈ બધા એકસાથે બેસીને બજેટ અને તૈયારીઓ અંગે ચર્ચા કરી રહ્યા હતા. સામેની સોફા ચેર પર શ્રદ્ધાનો ફિયાન્સે સુમિત શેઠ પોતાના આત્મવિશ્વાસથી છલકાતા અંદાજ સાથે બેઠા હતા.રમેશભાઈએ પોતે ડાયરીમાં લખેલો હિસાબ અને પોતાની મર્યાદિત ક્ષમતા મુજબની વ્યવસ્થાની યાદી રજૂ કરવાનું શરૂ કર્યું. રમેશભાઈ બહુ જ નમ્રતાથી પોતાની બચત અને ખર્ચના આંકડા સુમિત શેઠ