એક વિધવા સ્ત્રી

(25)
  • 564
  • 126

      રાજસ્થાનમાં આવેલું એક નાનું એવું ગામ ત્યાંના લોકો ખેતમજુરી કરતા અને આંખો દિવસ પશુઓ ચરાવતા રાત્રે બધા ભેગા થઈને વાતો કરતા. ત્યાંના દરેક લોકો એક પરીવારની જેમ રહેતા. ગામના મુખી મુળજીભાઈનો દિકરો રમલો ચારેક ચોપડી ભણેલો બાકી કોઈ ગામમાં ભણેલું ન હતું. રમલાના લગ્ન નક્કી થયાં.તેની પત્નીનું નામ કેસર હતું. તે શહેરમાં રહેલી હતી અને સાતેક ચોપડી ભણેલી. આખા ગામમાં બધી સ્ત્રીઓ માં માત્ર કેસર જ ભણેલી હતી આથી બાકીની સ્ત્રી તેને જોવા રમલાના ઘરે આવતી. કેસરના બાપુએ તેને લાડથી મોટી કરેલી આથી તે હોશિયાર,નિડર અને સક્ષમ હતી.જેટલુ જ ઉજ્વળ લાગતું આ ગામ એક અંધશ્રદ્ધાથી ઘેરાયેલ હતું.