હેવાનરાકેશ ઠક્કર પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી અને અક્ષય કુમાર તથા સૈફ અલી ખાનની જોડીને 18 વર્ષ પછી ફરી એકવાર પડદા પર લાવતી ફિલ્મ 'હેવાન' ને લઈને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી ખાસ પ્રતિસાદ મળી મળી શક્યો નથી. આ ફિલ્મ વર્ષ 2016 ની મલયાલમ સુપરહિટ ફિલ્મ 'ઓપમ' ની અધિકૃત હિન્દી રિમેક છે. મલયાલમમાં મોહનલાલે ભજવેલી મુખ્ય ભૂમિકા અહીં સૈફ અલી ખાને નિભાવી છે, જ્યારે અક્ષય કુમાર એક ક્રૂર અને ડાર્ક વિલનના નેગેટિવ રોલમાં જોવા મળે છે. જોકે, બોક્સ ઓફિસ પર આ બહુચર્ચિત જોડી પણ મોટો ચમત્કાર સર્જી શકી નથી. રૂ.130 કરોડની ફિલ્મ પહેલા અઠવાડિયે માત્ર રૂ.10 કરોડ જ મેળવી શકી છે. ફિલ્મને લઈને