ઉડાન"જે સહારો આપે છે તે અજાણતા જ પાંખો કાપી નાખે છે, પણ જે પડકાર ફેંકે છે તે જ જીવને આત્મનિર્ભરતાનું આખું આકાશ આપે છે!" ચૈત્ર માસનો સોનેરી સૂર્યાસ્ત થવાને આડે હવે ગણતરીની ઘડીઓ જ બાકી હતી. પ્રકૃતિ પોતાના શાંત રવમાં લીન હતી, પરંતુ એ જ સમયે એક વટવૃક્ષની ડાળી પર હૃદય કંપાવી દે તેવું આક્રંદ છવાયેલું હતું. એક નાનકડું પંખીડું (પરિંદો), જેણે હજી હમણાં જ દુનિયામાં આંખો ખોલી હતી અને પાંખો ફફડાવવાનું શરૂ કર્યું હતું, તે પવનના એક પ્રચંડ ઝાપટાને કારણે પોતાના માળાથી અને પરિવારથી વિખૂટું પડી ગયું હતું. ઘરથી ઘણું દૂર અજાણ્યા પ્રદેશમાં તે આવી પડ્યું હતું. સાંજ ઘેરી