સંધ્યા ધીમે ધીમે ઢળી રહી હતી. આકાશના અંતિમ કિરણો જાણે દિવસને વિદાય આપી રહ્યા હતા, પરંતુ રાધામાના હૃદયમાં શાંતિનો એક પણ કિરણ નહોતો.તુલસીક્યારા પાસે દીપ પ્રગટાવવાનો સમય થઈ ગયો હતો. હાથમાં દીપ હતો, વાટ પણ તૈયાર હતી, છતાં રાધામાનું ચિત્ત એક ક્ષણ માટે પણ સ્થિર થતું ન હતું. વારેવારે તેઓ દ્વાર સુધી જઈ નગરના માર્ગ તરફ જોતા અને ખાલી માર્ગ જોઈને ફરી પાછા ફરી આવતા.શ્રેષ્ઠીઓના રથો એક પછી એક નગરમાં પ્રવેશી રહ્યા હતા. કોઈ રથ પસાર થતો ત્યારે રાધામાનું હૃદય આશાથી ધબકી ઊઠતું—‘કદાચ આ રથમાં મારો કર્ણ હશે...’પરંતુ દરેક વખતે આશા અધૂરી રહી જતી.કર્ણ હજી આવ્યો નહોતો.થોડા દિવસ પૂર્વે કર્ણ