જ્ઞાની પુરુષ 'દાદા ભગવાન' - એક અલૌકિક વ્યક્તિત્વ

  • 290
  • 78

જીવન તો દરેક વ્યક્તિ જીવી જાય છે, પણ જીવનની પ્રત્યેક અવસ્થાને જુદી જોઈ, જાણી અને મુક્ત રહે એવા વિરલ જ્ઞાની કો’ક જ હોય!પૂર્વે જ્ઞાની પુરુષ કુંદકુદાચાર્ય થઈ ગયા. તેમનું જીવન ચરિત્ર આપણને બહુ જાણવા મળતું નથી. જ્યારે પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયા, તેમનું આપણને જીવન થોડુંઘણું જાણવા મળ્યું છે. તે સિવાય પહેલાંના વખતમાં ઘણાંય મહાન પુરુષો, જે આત્મજ્ઞાની થઈ ગયા, તેમની અમુક જ્ઞાનદશાની વાતો જાણવા મળતી હોય છે, પણ તેઓ અજ્ઞાન દશામાં કઈ ખોજ માટે, કયા ધ્યેયપૂર્વક પોતે રહેલા, તે રહસ્ય બહુ જાણવા મળતું નથી. આ કાળનું અદ્ભુત આશ્ચર્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમના પ્રાગટ્યે એક અકલ્પનીય આધ્યાત્મિક ક્રાંતિ