જજ સાહેબ:"એ કેસ સાથે આ કેસ નો શું સંબંધ?"નવનીત:"જી બિલકુલ સંબંધ છે. એક નવયુવાન આઈ.એ.એસ ઓફીસર કે જે આટલી અઘરી પરિક્ષા અને આકરી ટ્રેનિંગ લઈ આઈ.એ.એસ બની ગયો હોય એને તમે લોકો આટલી હદે કમજોર ગણો છો કે એ આત્મહત્યા કરી લે."જજ સાહેબ:"તો શું એ આત્મહત્યા ન હતી?"નવનીત:"જી જરા પણ નહીં. મારી પાસે થોડા પુરાવા છે પણ એ આત્મહત્યા સાબિત કરવા માટે પુરતા ન હતા. "સરકારી વકીલ:" બે વર્ષ જૂનો કેસ કાઢી તમે નામદાર કોર્ટને ભટકાવી રહ્યા છો. આ કેસમાં તમારી પર આરોપો ઘડીને તમને કસ્ટડીમાં મોકલી આપવા છે."નવનીત:"આ જ તો તકલીફ છે. આપણી સરકારી વ્યવસ્થામાં ક્યાં કોઈને બોલવા દેવાય