રાહ હૃદયની કેટલીક પ્રેમકથાઓમાં પ્રેમનો એકરાર નથી હોતો, માત્ર એક હૃદયની મૌન પ્રતીક્ષા હોય છે. અંશિવ અને આર્યાની આ કહાની બે અલગ દુનિયા, અધૂરી લાગણીઓ અને એક એવી રાહની છે, જે કોઈ અપેક્ષા વિના જીવતાં શીખવે છે. શું નસીબ ક્યારેક આ બે હૃદયને એક રસ્તે લાવશે, કે આ પ્રેમ હંમેશાં અધૂરો જ રહેશે? કારણ કે કેટલીક પ્રેમકથાઓનો અંત નથી હોતો… માત્ર હૃદયની એક અનંત રાહ હોય છે.