અધૂરા શ્વાસ - ભાગ ૨ બીજી સવારે ઘરમાં નિત્યક્રમ શરૂ થયો, પણ વાતાવરણમાં એક કડવાશ ભરેલું મૌન છવાયેલું હતું. રસોડામાં બા ચૂપચાપ ચા બનાવી રહ્યાં હતાં. અભયે આવીને મદદ કરવાનું કહ્યું તો બાએ આંસુ છુપાવી કહ્યું, “ના દીકરા, તું ઓફિસ માટે તૈયાર થઈ જા.” રૂમમાં સિયા સૂટ પહેરીને મોબાઈલની ખાલી સ્ક્રીન સામે તાકી રહી હતી. અભયે કહ્યું, “હું ઓફિસ જાઉં છું, કંઈ જોઈતું હોય તો કહેજે.” સિયાએ મોં ફેરવીને કહ્યું, “મને કોઈ ચીજની જરૂર નથી.” જતાં જતાં અભયે પાછળ જોયું, પણ સિયા પથ્થરની જેમ બેસી રહી. ઓફિસમાં પણ અભયનું મન ચોંટતું નહોતું. મિત્રો લગ્નની મજાક કરતા હતા ત્યારે અભયનું દિલ