"'ઓપરેશન સાગર મંથન' 'ઓપરેશન સેવન સિસ્ટર્સ' 'ઓપરેશન સાયબર મંથન': આ ત્રણેય નોવેલ એકબીજા સાથે જોડાયેલી રોમાંચક કડીઓ છે, એટલે ક્રમબદ્ધ વાંચશો તો જ ખરી મજા આવશે."પ્રકરણ ૫: કસ્ટડી અને ફાયરફાઈટબુલેટપ્રૂફ વાહનની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અચાનક લોક થતાં જ વાહને નિયંત્રણ ગુમાવ્યું હતું, પણ એ ક્ષણે રનવેના એક્ઝિટ ગેટ પર અસલી ખેલ શરૂ થવાનો બાકી હતો. આદિત્યને સુરક્ષિત કસ્ટડીમાં લઈ જવા માટે એસીપી મયુર કુમારની સાથે SDRT ના સિનિયર ફિલ્ડ ઓફિસર રઘુવીર અને ટેક્ટિકલ લોજિસ્ટિક્સ હેડ વિપુલ પહેલાથી જ એરપોર્ટના સ્પેશિયલ એક્ઝિટ ટર્મિનલ પર તૈનાત હતા.સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રાઇવેટ ટર્મિનલ પર મધ્યરાત્રિનો સન્નાટો છવાયેલો હતો. હવામાં હજુ પણ