ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૭

(48)
  • 1.2k
  • 534

પ્રકરણ ૭: કોમ્યુનિકેશન બ્લેકઆઉટકલ્પડક્કમ અને તારાપુર ન્યુક્લિયર પ્લાન્ટના સિક્યોર ફીડ પર વાગી રહેલા ઇમરજન્સી સાયરનના અવાજે SDRT ના કમાન્ડ સેન્ટરમાં હાજર દરેક અધિકારીના લોહી થીજવી દીધા હતા. પરંતુ આર્યન અરોરાનો આ ધડાકો માત્ર એક ઝાંખી હતો. આઈટી સીટીના સર્વરમાં ઘૂસીને આદિત્ય પાસે કાઉન્ટર-કોડ રન કરાવવો એ આર્યન અરોરાની એક અત્યંત ઝેરી અને ચાલાક રમતનો ભાગ હતો.આદિત્યનો બાયપાસ કોડ એક્ટિવેટ થતાં જ આર્યન અરોરાએ પોતાના માસ્ટર પ્લાન 'ફાયર સેલ'  નો પહેલો વિનાશક તબક્કો શરૂ કરી દીધો.સૌથી પહેલા પ્રહાર થયો ગુજરાતના સંચાર અને વાહનવ્યવહાર માળખા પર.માત્ર ચાર સેકન્ડની અંદર ગુજરાતની તમામ મોટી ટેલિકોમ ઓપરેટર્સની સિસ્ટમ્સ એકસાથે કોલેપ્સ થઈ ગઈ. ગુજરાત ના બધા