એક પ્રેમ આવો પણ

  • 260
  • 54

એક પ્રેમ આવો પણ..."શાંતિ ઝંખતી જિંદગીમાં, ગમતો પણ એક ઘોંઘાટ છે,બકબક કરતી રહેતી, તોય લાગણીઓ એની ગાઢ છે." આવા જ કંઈક મનને ગમતા વિચારો વચ્ચે ક્ષિતિજ પોતાનુ કામ કરી રહ્યો હતો. ક્ષિતિજ માટે આ હંમેશાંનું હતું કે ભલે એ કામ કરતો હોય પણ વિચારોમાં તો એનું મન એક ખાસ વ્યક્તિત્વ તરફ એને દોરી જતું. હા, કૃષ્વી... એ ખાસ વ્યક્તિ જેના વગર જેને યાદ કર્યા વગર ક્ષિતિજનો દિવસ પણ અધૂરો રહેતો.ક્યારેક જ મુલાકાત થતી ને હમણાં તો વાત પણ ઓછી થતી પણ તોય ક્ષિતિજ માટે એના વિચારોમાં રહેવું. વિચારો સાથે દિવસ દરમિયાન જીવવુ એક અલગ દુનિયા જ બનાવી બેઠો હતો. પ્રગાઢ લાગણીઓ, અઢળક પ્રેમ