અધૂરા શ્વાસ - ભાગ ૬ લાગણીઓના તાણાવાણા અને અતૂટ સમર્પણની અભય અને સિયા ની પ્રેમકથા ઘર હવે માત્ર એક મકાન બની ચૂક્યું હતું જ્યાં ત્રણ માણસો સાથે રહેતાં પણ દિલો વચ્ચે જોજનોનું અંતર હતું. બા હવે આ પીડા સહન ન કરી શક્યાં એટલે એમણે કુટુંબના મોભી મોટા જેઠ-જેઠાણી (મોટા બાપુજી અને મોટી બા) ને ઘરે બોલાવ્યાં. બપોરે બધાં હોલમાં બેઠાં. અભય ઓફિસથી આવ્યો ત્યારે પંચાયત જોઈ સમજી ગયો. મોટા બાપુજીએ કહ્યું, “અમે કોઈનો પક્ષ લેવા નથી આવ્યા, સમસ્યા શું છે એ જાણવા આવ્યા છીએ. લગ્ન એ કોઈ રમત નથી.” સિયાએ થાકેલા અવાજે કહ્યું, “મને ખબર છે આ રમત નથી, એટલે